નવસારી જિલ્લાની ૬૫૫ શાળાનાં ૫૮ હજારથી વધુ વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાનો તા.૪થી પ્રારંભ.

SB KHERGAM
0

   નવસારી જિલ્લાની ૬૫૫ શાળાનાં ૫૮ હજારથી વધુ વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાનો તા.૪થી પ્રારંભ.

ધોરણ-૩ થી ૫માં ૪૦ ગુણ અને ધોરણ-૬થી ૮માં ૮૦ ગુણની પરીક્ષા: ૨૩મીએ પૂરી થશે.

ચીખલી તાલુકાની ૧૭૭ શાળાના ૧૪૧૮૫ અને ખેરગામ તાલુકાની 52 પ્રાથમિક શાળાના ૪૩૩૧ સહિત નવસારી જિલ્લાની ૬૫૫ પ્રાથમિક શાળામાં ધોરણ-૩ થી ધોરણ-૮માં અભ્યાસ કરતા ૫૮૯૯૮ બાળકોની દ્વિતીય સંત્રાત પરીક્ષાનો ૪ એપ્રિલના રોજથી પ્રારંભ થશે જે ૨૩ એપ્રિલના રોજ પૂર્ણ થશે. અને તારીખ ૬ મે થી ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. જૂન માસથી ૨૦૨૪-૨૦૨૫ના નવા શૈક્ષણિક સત્ર પ્રારંભ થશે.

ધોરણ-૩થી પમાં ૪૦ ગુણની પરીક્ષા યોજાશે, જ્યારે ધોરણ-૬થી ૮માં ૮૦ ગુણની પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૩થી ૮ ધોરણનાં બાળકો માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેનો અભ્યાસક્રમ જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસક્રમની માસવાર ફાળવણી અનુસાર દ્વિતીય સંત્રનો ડિસેમ્બર ૨૦૨૩થી લઈને માર્ચ ૨૦૨૩ સુધીનો નક્કી કરવામાં આવ્યો છે.

જીસીઈઆરટીએ નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર ધોરણ-૩ થી ૫ની દ્વિતીય સત્રાંત પરીક્ષાનો સમય સવારે ૮:૦૦થી ૧૦:૦૦નો રહેશે. અને ૧૨ એપ્રિલને શુક્રવારના રોજ પૂર્ણ થશે. ધોરણ-૬ થી ૮ની દ્વિતીય સત્રાંત પરીક્ષાનો સમય સવારે ૮:૦૦થી ૧૧:૦૦નો રહેશે. અને ૨૩ એપ્રિલને મંગળવારના રોજ પૂર્ણ થશે. રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીય સત્રાંત પરીક્ષા તા. ૪-૪-૨૦૨૪થી તા. ૨૩-૪-૨૦૨૪ દરમિયાન યોજવાની રહેશે. સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક મુજબ પરીક્ષા યોજાશે.

દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સમયપત્રક ધોરણ : ૩થી ૫

તા. ૪-૪-૨૦૨૪ને ગુરુવારના રોજ ગુજરાતી, તા. ૫-૪- ર૦ર૪ ને શુક્રવારના રોજ ગણિત, તા. ૬-૪-૨૦૨૪ ને શનિવારના રોજ પર્યાવરણ, તા. ૮-૪-૨૦૨૪ને સોમવારના રોજ હિન્દી, તા. ૯-૪-૨૦૨૪ને મંગળવારના રોજ અંગ્રેજી, તા. ૧૨-૪- ર૦ર૪ને શુક્રવારના રોજ પ્રથમ ભાષા મરાઠી, ઉડિયા, તેલુગુ સહિતના વિષયની પરીક્ષા યોજાશે.

દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સમયપત્રક ધોરણ ૬થી ૮

તા. ૧૩-૪-૨૦૨૪ ને શનિવારના રોજ ગુજરાતી, તા. ૧૫-૪-૨૦૨૪ને સોમવારના રોજ ગણિત, તા. ૧૬-૪- ર૦૨૪ ને મંગળવારના રોજ હિન્દી, તા. ૧૮-૪-૨૦૨૪ને ગુરુવારના રોજ વિજ્ઞાન, તા. ૧૯-૪-૨૦૨૪ ને શુક્રવારના રોજ અંગ્રેજી, તા. ર૦.૪- ૨૦૨૪ ને શનિવારના રોજ સામાજિક વિજ્ઞાન, તા. ૨૨-૪-૨૦૨૪ ને સોમવારના રોજ સંસ્કૃત, તા. ૨૩-૪-૨૦૨૪ ને મંગળવારના રોજ પ્રથમ ભાષા મરાઠી, ઉડિયા, તેલુગુ સહિતના વિષયની પરીક્ષા યોજાશે.

Credit: sandesh news 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top